કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ તેમના સભ્યો માટે નવી સેવા શરૂ કરી છે. હવે પીએફ એકાઉન્ટ ધારકો પણ વોટ્સએપ હેલ્પલાઈન સર્વિસ (EPFO whatsapp helpline service) દ્વારા ખાતાને લગતી સમસ્યાને દૂર કરી શકે છે. આનો અર્થ એ કે, તમારે હવે પીએફ ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તમારે ફક્ત તમારી સમસ્યા વોટ્સએપ પર જણાવવાની રહેશે અને અહીં જ તમને સમસ્યાનું સમાધાન બતાવવામાં આવશે.
WhatsApp પર ફરિયાદ કેવી રીતે કરવી?
EPFOની તમામ 138 પ્રાદેશિક કચેરીઓમાં વોટ્સએપ હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. કોઈપણ EPFO સભ્ય વોટ્સએપ મેસેજ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. ખાતા ધારકો તેમના વિસ્તારનો વોટ્સએપ નંબર જાણવા માટે EPFOની ઓફિશિયલ વેબસાઈટ
www.epfindia.gov.in પર વિઝિટ કરી શકે છે.
EPFO કોલ સેન્ટરની પણ સહાય મેળવી શકો છો
EPFOની અન્ય સુવિધાઓમાં EPFIGMS પોર્ટલ (ઓનલાઇન ફરિયાદ સમાધાન પોર્ટલ), CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને ટ્વિટર) અને 24-કલાક કામ કરનાર કોલ સેન્ટર સામેલ છે. તમને https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/Whatsapp_Helpline.pdf દ્વારા સંપૂર્ણ સહાય મળશે.
EPFOનો પ્રયાસ છે કે લોકો તેમની મહેનતની રકમ કાઢતી વખતે વચેટિયાઓના ચક્કરમાં ન આવે. ખરેખર થાય છે કે એવુ કે, જ્યારે પણ કોઈ ખાતાધારક પીએફ ઓફિસમાં જાય છે, ત્યારે તે ત્યાં વચેટિયાના ચક્કરમાં ફસાઈ જાય છે. સરકારનો પ્રયાસ છે કે તમામ ખાતાધારકો તેમની સમસ્યાઓ ઓનલાઇન દ્વારા હલ કરે. લોકોને આનાથી તેમની મહેનતની રકમ પુરી મળશે. ટૂંકા સમયમાં પૈસા ટ્રાન્સફર થવાને કારણે લોકોનો સિસ્ટમ પરનો વિશ્વાસ પણ વધશે.
VR Sunil Gohil