નમસ્કાર મિત્રો,
હોળી એ આપણા જીવનની બુરાઈ અને દુર્ગુણોને હોળીની પવિત્ર અગ્નિમાં સમર્પિત કરીને સદ્દગુણો રૂપી નવા રંગોથી જીવનને રંગબેરંગી બનાવવાનો તહેવાર છે. વર્ષોથી આપણે હોળીના દિવસે સંધ્યા કાળે ધણી, ખજૂર અને ચણા પધરાવીને હોળીકામાતા અને અગ્નિદેવના આશીર્વાદ પામીએ છીએ. ચાલો, આ વર્ષે પણ આપણે ખાસ વસ્તુઓ હોળીમાં પધરાવીને આપણા તન અને મનને સ્વસ્થ રાખવા હોલિકા માતાના આશીર્વાદ મેળવીએ.
હોળીમાં પધરાવવાની વસ્તુઓની રાશિવાર માહિતી નીચે મુજબ છે.
મેષ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા અને પતાસાનો હાર. (પતાસા એ શુદ્ધ મંગલ છે).
વૃષભ : શ્રીફળ, જાવ, કાળા તાલ, ગાયનું ઘી અને જુવારની ધાણી
મિથુન : શ્રીફળ,સૂકા કોપરાની કાચલીમાં કાળા તલ, લીલા મેગ, કાચી કેરી અને જવ
કર્ક : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા
સિંહ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા તથા હોળીને ઘઉંના લોટના શીરાનો પ્રસાદ ધરાવવો અને પોતે પણ અર્પણ કરવો.
કન્યા : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાચી કેરી
તુલા : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાળા તલ
વૃશ્ચિક : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાળા તલ, પતાસાનો હાર
ધન : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, સૂકા કોપરાની કાચલીમાં કાળા તલ
મકર : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ, ખારેક
કુંભ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ, ખારેક
મીન : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ.
કાળા તલની આહુતિથી શનિનું ફળ શુભ થશે. જુવારની ધાણીથી શુક્રનું ફળ શુભ થશે. કાચી કેરી એ બુધનું ફળ છે અને જવથી રાહુના શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.
આદિત શાહ