સામાજિક કર્યો

“સ્ત્રીત્વ” દ્વારા 100 થી વધુ દિવ્યાંગો સાથે વર્લ્ડ એનજીઓ ડે ની ઉજવણી કરવામાં આવી

"સ્ત્રીત્વ" વુમન્સ એન્ટરપ્રેનોર ક્લબ દ્વારા વર્લ્ડ એનજીઓ ડે ને દિવસે શેરીંગ જોય એન્ડ હેપ્પી નેસ નો કાર્યક્રમ યોજાયો જેમાં "સ્ત્રીત્વ" ક્લબ ના મેમ્બર્સ દ્વારા નીલકંઠ મહાદેવ રાણીપ ખાતે 100 થી...

Read more

129 વખત ચાર્લી ચેપ્લિન બનવાનો રેકોર્ડ આજે 131મી વખત ગાંધી બનીને પોરબંદરનો યુવાન તોડશે

ગાંધી ભૂમિ પોરબંદરમાં આજે એક યુવાન ગાંધીજીની જીવંત પ્રતિમા થકી વિશ્વ વિક્રમ સર્જવા તરફ જઈ રહ્યો છે. મહાત્મા ગાંધી જેવા બનવું તો મૂશ્કેલ છે પરંતુ ૧૭ વર્ષ પૂર્વે આ યુવાને...

Read more

PM મોદી 31 જાન્યુઆરીએ ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરશે !

PM નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી 2021ના રોજ અંદાજે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો...

Read more

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કોરોના કીટનું વિતરણ

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન કે જે ભારત અને દુનિયાના અલગ અલગ દેશોમાં માનવતાના સશક્તિકરણ માટે કામ કરે છે, તેમણે આજે અમદાવાદમાં શ્રી એકલીંગજી મહાદેવ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને 60 વરસથી વધારે...

Read more

વહાલી દીકરી યોજનાની મુદત લંબાવાઈ

રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને કન્યા કેળવણીમાં વધારો કરવા 'વ્હાલી દિકરી યોજના' અમલમાં મુકવામાં આવી છે. જેમાં લાભ મેળવવા દિકરીના જન્મના એક વર્ષ સુધી અરજી કરવાની હોય છે, પરંતુ હાલ...

Read more

આજે ભાદરવી પૂનમ – અંબાજી ટ્રસ્ટ દ્વારા લાઈવ દર્શનનું આયોજન

આજે ભાદરવા સુદ પૂનમ. દર વર્ષે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ એવા અંબાજી ખાતે અંબાજીમાતાનો મેળો ભરાય છે. વર્ષોથી માઈભક્તો દ્વારા કરવામાં આવતી પદયાત્રા આ વખતે કોરોના મહામારીને પગલે રદ કરવામાં...

Read more

પ્રધાનમંત્રી મોદીએ એમએસએમઈને સશક્ત બનાવવા માટે એક ટેકનોલોજી મંચ ‘ચેમ્પિયન્સ’નો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Read more

સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા 25 મે 2020 ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન

સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા 25 મે 2020 ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન .. સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા ૨૫ મે ૨૦૨૦ સોમવાર ના દિવસે વર્લ્ડ ટેરો કાર્ડ દિવસ ના દિવસે ડિસ્કવર યોર ડેસ્ટીની...

Read more

રવિવારે જોડાવ અને જાણો “લોકડાઉંન પછી ના બિઝનેસ” વિષે આ ફ્રી વેબિનાર માં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પાસેથી

લોકડાઉંન અનેક શહેરો અને ગ્રીન ઝોનમાં ખુલવા જય રહ્યું છે ત્યારે દરેક ધંધાઓએ શું તકેદારી રાખવી અને કેવી રીતે આગળ વધવું તે માટે એક વેબિનાર, કન્સલ્ટન્ટ, SME કોચ અને બિઝનેસ...

Read more

કોવિડ માટે રેલવે ઇમરજન્સી સેલ, દૈનિક 13,000 પૂછપરછો, વિનંતી અને સૂચનોના પ્રતિભાવ આપી રહ્યું છે

ભારતીય રેલવે દ્વારા મુસાફરો અને તમામ વાણિજ્યક ગ્રાહકોના હિતનો ખ્યાલ રાખવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાંઓ હાથ ધરવામાં આવ્યાં છે અને રાષ્ટ્રીય પૂરવઠા સાંકળને કાર્યરત  રાખવામાં આવી છે. કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે, ભારતીય રેલવેએ લૉકડાઉન 1 અને 2 દરમિયાન મુસાફર ટ્રેનોની કામગીરી બંધ રાખી છે. જોકે તેના કારણે રેલવેની તેના ગ્રાહકો અને સામાન્ય લોકો સુધી પહોંચ સિમિત બની નથી. લૉકડાઉનની સાથે તેવી લાગણી અનુભવવામાં આવી હતી કે રેલવેએ લોકોને સાંભળવા જોઈએ અને તેમની મુશ્કેલીઓને દૂર કરવા ઝડપી પ્રતિભાવ આપવો જોઇએ. આ બાબતને નજર સમક્ષ રાખીને કોવિડ માટે રેલવે ઇમરજન્સી સેલની સ્થાપના કરવામાં આવી હતી. કોવિડ માટે રેલવે ઇમરજન્સી સેલ રેલવે બોર્ડથી માંડીને જુદા-જુદા ડિવિઝનમાંથી 400 અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરતું એક રાષ્ટ્રવ્યાપી એકમ છે. લૉકડાઉન દરમિયાન સેલ દ્વારા તેના પાંચ માહિતી સંચાર અને પ્રતિભાવ પ્લેટફોર્મ – હેલ્પલાઇન 139 અને 138, સોશિયલ મીડિયા (ખાસ કરીને ટ્વીટર), ઇમેઇલ ([email protected])અને CPGRAMS ઉપરથી પ્રાપ્ત થયેલી રોજિંદી 13,000 પૂછપરછો, વિનંતીઓ અને સૂચનોનો પ્રતિભાવ પૂરો પાડવામાં આવ્યો હતો. 90%થી વધારે પૂછપરછોનો પ્રતિભાવ વ્યક્તિગત ધોરણે, મોટાભાગે કોલ કરનારની સ્થાનિક ભાષામાં ટેલીફોન ઉપર આપવામાં આવ્યો હતો. કોવિડ માટે ભારતીય રેલવે ઇમરજન્સી સેલની આ 24 કલાક કામગીરીના કારણે તેણે અંતિમ હરોળમાં રહેલા લોકોનો અવાજ સાંભળ્યો હતો અને રેલવેના ગ્રાહકો અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓને દૂર કરવા ખડે પગે પ્રતિભાવ પૂરો પાડ્યો હતો. પોતાના ઝડપી પ્રતિભાવના કારણે રેલવેએ સમગ્ર દેશમાંથી ભારે પ્રશંસા પ્રાપ્ત કરી છે. પોતાની IVRS સુવિધામાં પૂછપરછોના જવાબો ઉપરાંત રેલ મદદ હેલ્પલાઇન 139 દ્વારા લૉકડાઉનના પ્રથમ ચાર અઠવાડિયામાં દૈનિક ધોરણે 2,30,000 પૂછપરછોનો પ્રતિભાવ પૂરો પાડવામાં આવ્યો હતો. એક તરફ જ્યારે 138 અને 139 ઉપર કરવામાં આવતી પૂછપરછો મોટાભાગે ટ્રેન સેવાઓ શરૂ થવા અને રિફન્ડના નિયમોમાં છૂટછાટને લગતી હતી (જેને સ્વયં લોકો પાસેથી પ્રતિભાવના આધારે કરવામાં આવી હતી), સોશિયલ મીડિયા ઉપર આ કટોકટીના સમયગાળા દરમિયાન રેલવેના પ્રયત્નો અને સૂચનોની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. આજ સમયગાળા દરમિયાન હેલ્પલાઇન 138 ઉપર પ્રાપ્ત થયેલા 1,10,000થી વધારે કોલ જીયો-ફેન્સ્ડ કરેલા હતા, જેના કારણે આ પ્રકારના કોલ કોલરના ભૌતિક સ્થાન અનુસાર નજીકની રેલવે વિભાગીય નિયંત્રણ કચેરી (24 કલાક સ્થાનિક ભાષાના સારી રીતે જાણકાર અને સ્થાનિક સમસ્યાઓથી અવગત રેલવે કર્મચારીઓથી સજ્જ) દ્વારા તેનો પ્રતિભાવો પૂરો પાડવામાં આવ્યો હતો. આ તે બાબત સુનિશ્ચિત કરે છે કે કોલ કરનાર પોતાને સુવિધાજનક હોય તે ભાષામાં તે માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. આ નવી સુવિધાએ પણ રેલવેના ગ્રાહકો અને અન્ય લોકો સુધી માહિતીનો પ્રવાહ ઝડપથી વધાર્યો હતો કારણ કે સુસંગત માહિતી સંબંધિત ડિવિઝનમાં આસાનીથી ઉપલબ્ધ હતી. આ સમયગાળા દરમિયાન પાર્સલ દ્વારા તબીબી પૂરવઠો, તબીબી ઉપકરણો અને અનાજ જેવી આવશ્યક ચીજ-વસ્તુઓના ઝડપી સામૂહિક પરિવહનની જરૂરિયાત પણ અનુભવવામાં આવી હતી. ફરી એકવખત રેલવેએ અત્યંત ઝડપી નિર્ણય લીધો હતો. તેણે જીવનરક્ષક દવાઓ જેવી આવશ્યક ચીજ-વસ્તુઓની  સમયસર ડિલિવરી માટે પાર્સલ ટ્રેનોનું ટાઇમટેબલ શરૂ કર્યુ હતું. વિવિધ બિંદુઓ પર ફસાઇ ગયેલા RMS અને અન્ય મોકલેલો માલ પણ પાર્સલ સ્પેશિયલનો ઉપયોગ કરીને આગળ વધ્યો હતો. આ પગલાંની  વ્યાવસાયિકો અને લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.  એક વ્યાવસાયિક કે જેને ગઢચિરોલીથી બેંગલોર સુધી ચોખાના પરિવહનમાં બેંગલોર ડિવિઝન દ્વારા સમયસર સહાયતા કરવામાં આવી હતી અને ફરી વખત દિલ્હીમાંથી ચોખાની પેકેજિંગ સામગ્રી મેળવવા દિલ્હી ડિવિઝન દ્વારા સહાયતા મળી હતી તેણે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે,“સર, હું રેલવે મંત્રાલયનો હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.” જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે રેલવેએ તત્કાલ લોકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોનો અમલ કર્યો હતો. ઉદાહરણ તરીકે ઇસ્ટ કોસ્ટ રેલવે દ્વારા યશવંતપુર (બેંગલોર)થી ગુવાહાટી એક પાર્સલ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે વિશાખાપટ્ટનમ ખાતે તેને ઊભી રાખવાનું આયોજન નહોતું, પરંતુ ટ્વીટર ઉપર તે અંગે સૂચન પ્રાપ્ત થયા પછી તેનો માર્ગ બદલીને તે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. રેલવેએ લૉકડાઉન દરમિયાન પૂરવઠો મેળવવા સમર્થ ન હોય તેવી જીવન-રક્ષક દવાઓનું પરિવહન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. હાલ લુધિયાણામાં હાજર એક કેનેડા સ્થિત NRIએ નાગપુરથી લુધિયાણાના બન્ને સ્ટેશનો વચ્ચે સીધી ટ્રેનની ગેરહાજરીમાં પણ તેની આવશ્યક દવાઓની ડિલિવરી સુનિશ્ચિત કરવા ખાસ આયોજન કરવા બદલ મધ્ય રેલવેની પ્રશંસા કરી હતી. પશ્ચિમ રેલવેએ લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી એક બાળકની તાત્કાલિક જરૂરી આવશ્યક દવાઓ અમદાવાદથી રતલામ પહોંચાડી હતી. આ બાળકે પોતાના હાથથી લખેલો પ્રશંસાપત્ર ટ્વીટર ઉપર અપલોડ કરતાં જણાવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં ભારતીય રેલવે તેના નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડે છે તેની મને ખુશી છે – ભારતીય રેલવે શ્રેષ્ઠ છે.” ઉતર પશ્ચિમ રેલવેએ ઓટિઝમ નામની માનસિક બિમારીથી પીડિતાં અને ગંભીર ફૂડ એલર્જી ધરાવતાં 3 વર્ષના બાળક માટે દૂધનું કન્ટેઇનર પ્રાપ્ત કરવા માટે બિન-નિર્ધારિત સ્ટોપેજ પૂરું પાડીને જોધપુરથી મુંબઇ 20 લીટર ઊંટના દૂધનું પરિવહન કર્યું હતું. રેલવેના આ પ્રયાસ બદલ શુભચિંતકોએ જણાવ્યું હતું કે, “કેટલીક વસ્તુઓ કેટલી આસાન થઇ જાય છે તે જોઇને આશ્ચર્ય થાય છે. જ્યાં ઇરાદો હોય ત્યાં તે શક્ય બનીને જ રહે છે.”

Read more
Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!