જયારે તમે કોઈની સામે જુવો છો ત્યારે આંખ સૌ પ્રથમ નોટિસ થાય છે, જેથી આંખ અને તેની આસપાસનો એરિયા એકદમ હેલ્થી હોવો જરૂરી છે. આપણી આંખની આસપાસની ત્વચા આપણા ચેહરાની અન્ય ત્વચા કરતા પાતળી હોય છે, જેથી જ આંખ આસપાસ ડાર્ક સર્કલ્સ, કરચલી તો ક્યારેક લાલાશ વધી જાય છે. આપણે તેની કાળજી રાખવી સ્વાભાવિક છે, તેના માટે ખુબજ સરળ ઉપાય વિશે વાત કરીશુ.
કાકડીને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે,પરંતુ સૌથી પ્રખ્યાત અને સર્વ સામાન્ય ઉપયોગ છે તમે જોયો જ હશે, જેમ કે કાકડીને ગોળાકાર કાપી તેને આંખ પર રાખવા, જો તમે હજુ સુધી એવું કર્યું નથી તો તમે તમારી આંખ માટે કાઈ જ કર્યું નથી.
- કાકડીમાં જોવા મળતાં મુખ્ય વિટામિનમાં કેફીયેક એસિડ અને વિટામિન c. જે બંનેની મદદથી આંખનો સોજો, આંખ માંથી પાણી નીકળવું, થાક અને અન્ય એલર્જી વગેરે સમસ્યાઓથી આંખનું રક્ષણ કરે છે.
- કાકડીમાં રહેલી એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝને લીધે તમારી આંખમાં થતા રિએકશન જેમકે કંઈક કરડવાથી આંખમાં સોજો, બળતરા, આંખની લાલાશ વગેરેને દૂર કરે છે, તેમાં રહેલા વિટામિન Cની મદદથી બળતરા દૂર થાય છે.
- અપૂરતી ઊંઘ, થાક, વધારે પડતો તણાવ, લેપટોપ પર વધુ પડતું કામ વગેરેની અડાસરના રૂપમાં આંખ નીચે ડાર્ક સર્કલ્સ જોવા મળે છે. કાકડીની મદદથી તમારી આંખ એકદમ રિલેક્સ અને રિફ્રેશ થઈ જશે. વિટામિન Cની મદદથી આંખ આસપાસના ડાર્ક કલરને પણ એક્દમ લાઈટ કરી દેશે.
- વિટામિન C સાથે વિટામિન E પણ ધરાવે છે. વિટામિન E ત્વચા માટે ખુબજ મહત્વનું છે, જે એન્ટી વર્ટિકલ ટ્રીટમેન્ટ આપે છે, આંખ આસપાસની કરચલીને દૂર કરે છે, સાથે જ વિટામિન A હોવાથી આંખની દ્રષ્ટિ પણ સુધારે છે.