આપણી ત્વચા સોફ્ટ, શાઈની અને હેલ્થી રાખવા શું કરવું જરૂરી છે? પોષણયુક્ત ખોરાક, યોગ્ય કસરત અને સ્કિનકૅર, શું માત્ર આટલું જરૂરી છે? આપણી ત્વચા રોજીંદા જીવનમાં ઘણું સહન કરે છે જેમકે, પોલ્યુશન, હોર્મોનલ ચેન્જીસ, તણાવ, પિમ્પલ , ઓઈલી સ્કિન, વાતાવરણમાં થતા ફેરફાર વગેરેની અસર આપણી ત્વચા પર પણ થાય છે જેથી, અમુક સમયાંતરે ત્વચા ખાસ કેર માંગી લે છે. તેના માટે બેસ્ટ ઓપ્શન છે ફેશિયલ. જે આપણી અનુકૂળતા મુજબ આપણે જાતે કરી શકીએ અથવા સલોન પર પણ પ્રોફેશનલ ટ્રીટમેન્ટ મેળવી શકાય છે.
ત્વચાની યોગ્ય કાળજી રાખવા માટે મહિને એકવખત સારી ગુણવત્તા ધરાવતું ફેશિયલ કરવું જરૂરી છે. જેના દ્વારા આપણી ત્વચા વધુ સુંદર બને છે. ફેશિયલ દ્વારા મળતા ફાયદા વિશે જાણીશું. જે નીચે મુજબ છે.
- ત્વચા ક્લીન અને ફ્રેશ રાખે છે: ફેશિયલ કરવાથી ત્વચા ઊંડાણપૂર્વક સ્વચ્છ થાય છે. મૃત ત્વચા, ડાર્ક સર્કલ, કરચલી વગેરે પણ વધતી અટકાવી શક્ય બને છે. તેમાં પણ ખાસ સ્ક્ર્બ ત્વચાનો અબ્સોર્બશન પાવર વધારે છે. ત્વચા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.
- થાક અને તણાવ દૂર કરે છે: આપણા ચહેરા પર અનેક પ્રેશર પોઇન્ટ રહેલા છે જે આપણા અલગ અલગ અંગ સાથે જોડાયેલા છે. જયારે ચહેરા પર મસાજ કરવામાં આવે ત્યારે દરેક પોઇન્ટ એકટીવેટ થાય છે અને આપણા બોડીને રિલેક્સ કરે છે. જેથી ઊંઘ પણ સારી આવે છે અને થાક, સ્ટ્રેસ વગેરે પણ દૂર થાય છે.
- બ્લડ સર્ક્યુલેશન વધારે છે: ચહેરા પર મસાજ કરવાથી લોહી પરીભ્રમણ વધે છે જેથી, ત્વચાના આંતરિક કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. ઓક્સિજન ફ્લો પૂરતા પ્રમાણમાં ત્વચા વધુ ગ્લોઈંગ અને યુવાન લાગે છે, સાથે જ ડેડ સ્કિન પણ દૂર થાય છે.
- અન્ય ફાયદા: ત્વચાને લગતી કોઈ તકલીફ જેમકે પિમ્પલ, ડાર્ક સર્કલ, ડાર્ક સ્પોટ, બ્લેક એન્ડ વાઈટ હેડ્સ, વરિંકલ્સ, અનઇવન સ્કિનટોન વગેરે સમસ્યાઓ નિયમિત ફેશિયલ ટ્રીટમેન્ટ લેવાથી દૂર રહે છે. આપણી ત્વચા યુવાન રાખે છે, એટલે કે તે એન્ટી એજિંગ તરીકે પણ કાર્ય કરે છે.
ફેશિયલ કરાવતા પેહલા તમારી ત્વચાને અનુકૂળ છે કે નહિ તેની જાણકારી સ્કિન ટેસ્ટ દ્વારા મેળવવી જરૂરી છે. ફેશિયલ સારી ગુણવતાયુકત વાપરવું જેથી આડઅસર રહે નહિ. જો ફેશિયલ દરમ્યાન ત્વચા પર બળતરાનો અનુભવ થાય તો ફેશિયલ કરવું નહિ. આટલી સાવચેતી રાખવી આનિવાર્ય છે.