લીમડો એક અજબ ગજબ ઔષધિ અને જાડ માનવામાં આવે છે . લીમડાના પાન અનેક ગુણો ધરાવે છે. તે કડવો લીમડા હોય કે પછી મીઠા લીમડાના પાન બંને પોતાનું આગવું મહત્વ ધરાવે છે સાથે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા પણ આપે છે.
આપણી દરેક રસોઈ કરી લીવ્સ વગર શક્ય નથી. કરી લીવ્સ રસોઈમાં એક અનોખી સુગંધ અને સ્વાદ ઉમેરે છે. ખાસ કરી રસોઈ સ્વાદિષ્ટ બનાવા મુખ્ય હર્બ તરીકે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર રસોઈમાં સ્વાદ ઉમેરવા માટે જ નહિ, પરંતુ તે ઉપરાંત કરી લીવ્સ આપણા માટે અનેક ફાયદા ધરાવે છે.
કદાચ આપણને ખ્યાલ પણ નહિ હોઈ તે અનેક વિટામિનથી ભરપૂર છે. જેમકે વિટામિન B, વિટામિન E, ફાઈબર,કેલ્શ્યિમ, આયર્ન, વિટામિન E. સાથે જ ત્વચા અને વાળની માવજત કરે છે. મીઠાં લીમડાંના પાન બીજી ઘણી રીતે ઉપયોગમાં લઇ શકીયે છીએ, જેમકે ચટની તરીકે, પાવડર તરીકે પણ લઇ શકાય છે. તેમાંથી મળતાં ફાયદા વિશે વાત કરીશુ.
ખોરાક પાચન કરવા મદદ કરે છે: કરી લીવ્સ પાચનને લગતી સમસ્યા દૂર કરે છે.સાથેજ શરીરને વધુ ચરબી એબ્સોર્બ કરતા પણ અટકાવે છે અને વજન નિયંત્રણ કરવા પણ મદદરૂપ બને છે, જેથી અનેક રોગ થતા અટકાવી શકાય છે.
એનિમિયા દૂર કરે છે: મીઠા લીમડાના પાન આયર્ન અને ફોલિક એસિડ સારા પ્રમાણમાં ધરાવે છે. ફોલિક એસિડનું મુખ્ય કાર્ય શરીરને આયર્ન એબ્સોર્બ કરવા મદદ કરે છે. તેથી શરીરમાં લોહીની ઉણપ અથવા એનિમિયા જેવી બીમારી દૂર કરવા ઘરગથ્થુ ઉપાય તરીકે મીઠો લીમડો ઉપયોગમાં લઇ શકાય છે.
અકાળે સફેદ વાળ થતાં અટકાવે છે: તે વાળ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. કરી લીવ્સ વાળની અનેક સમસ્યા દૂર કરવા મદદ કરે છે. ખાવાની સાથે તેની પેસ્ટ હેર સ્કેલ્પમાં લગાવી હેર માસ્ક તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. તે હેર ફોલ ઘટાડે છે. વાળનો ગ્રોથ વધારે છે. ડેન્ડ્રફને લગતી સમસ્યા પણ દૂર કરે છે.
ડાયાબિટીસ સામે લડે છે: તે અનેક રોગ સામે રક્ષણ આપે છે, જેમ કે કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડે છે સાથે ડાયાબિટીસ પણ નિયંત્રિત કરે છે. કરી લીવ્સ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે. કરી લીવ્સમાં રહેલ ફાઇબર બ્લડ શુગર ઘટાડવા મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરોક્ત ફાયદા મેળવવા કરી લીવ્સનું નિયમિત સેવન કરવું જરૂરી છે.