સ્ત્રી અને પુરુષો વચ્ચેનાં સંબંધો વિશે ધણું લખાયું છે ને લખાતું રહેશે…પણ જમાનો અને એની બદલાયેલી સોચ પ્રંમાણે સંબધોમા સમિકરણમાં નવા નવા આયામો ઉમેરાતા ગયા છે.
એક જમાના એ હતો કુંવારી છોકરી પણ એક છોકરાને મિત્ર બનાવી શકતા ડરતી હતી..ને ત્યાં સુધી કે છોકરીઓને અભ્યાસ છોકરીઓની સ્કુલમાં કરવાનો આગ્રહ રાખતા હતા.
આજે ડીઝિટલ યુગ આવી ગયો છે….જે જોઇએ એ માહિતીનો ભંડાર તમારી હથેળીમાં હાજરાહજુર છે….મોબાઇલ અને ઇન્ટરનેટના કારણે માણસોનાં મન સાથે એના સંબધોની વ્યાખ્યામાં ઘરમુળથી બદલાવ લાવી દીધો છે..આજે યાહુ જેવા મેસેન્જર ભૂતકાળની યાદોમાં સમાય ગયા છે….
ફેસબુક અને વોટસએપસ જેવા માધ્યમોના કારણે માણસ જેટલો એક બીજાની નજીક આવ્યો એટલો જ એના અન્ય ખાસ લોકોથી દૂર પણ થયો છે…આજે મિત્રતાની ક્ષિતિજો માત્ર શેરી મિત્રો પુરતી સિમિત નથી…દુનિયાનાં કોઇ પણ ખૂણે તમારો આત્મિય મિત્ર હોય છે…
જે તમારા મોર્નિંગ મેસેજ સાથે પોતાની દિવસની શરૂઆત કરતો હોય છે..હવે વાત છે સ્ત્રી અને પુરુષો વચ્ચેની મિત્રતાની….
ફેસબુક જેવી અન્ય સોશિયલ સાઇટનાં કારણે કુવારા છોકરા-છોકરી વચ્ચે મિત્રતાનો સેતું બંધાય છે….સાથે પરિણીત સ્ત્રી અને પરિણીત પુરુષ વચ્ચે મિત્રતાનો સેતું બધાયા કરે છે…
દુનિયામાં કોઇ પણ રહેતી સ્ત્રી કે પુરુષ એક બીજા સાથે આ સાઇટનાં માધ્યમ દ્રારા મિત્રતાની મીઠાશથી લઇ કડવાશ જેવા સ્વાદ ચાખતા રહે છે..આ માધ્યમથી પુરુષોમાં જોઇએ એવો ખાસ્સો બદલાવ આવ્યો નથી,પણ સ્ત્રી અને એમાં ખાસ કરીને દુનિયાભરમાં વસતી પરિણીતાઓમાં ખાસ્સો બદલાવ આવ્યો છે….
જે સ્ત્રીઓ પાસે કલા છે…જેમનાંમાં છુપી ટેલેન્ટ છે….એવી સ્ત્રીઓની ખાસિયતો આ માધ્યમનાં સહારે બહાર આવવા લાગી….અત્યાર સુધી એવું બનતું હતુ.જે સ્ત્રી પાસે આવી ટેલેન્ટ હતી એ ધરની ચાર દિવારો વચ્ચે જ રહી જતી હતી અને એમનાં નિજાનંદ સુધી આ કલા સિમિત રહેતી હતી…હવે જે વસ્તું પોતાના નિજાનંદ માટે હતી…એ બધું આ માધ્યમ દ્રારા આખી દુનિયા સામે આવતું ગયું…..એના કામની સરાહના થતી ગઇ…
અને સ્ત્રીઓની એક ખાસિયત છે….જેનાંથી મોટાભાગે પુરુષ વર્ગ એનાંથી દૂર રહ્યો છે…સ્ત્રીની ખૂશીઓ બહું નાની નાની હોય છે…
એને બનાવેલી કોઇ પણ વસ્તું કે પોતાના સ્પેશિયલ ડ્રેસની સરાહનાં ના થાય તો એ અંદરથી સમસમી જાય છે…એકદમ સરસ રીતે તૈયાર થયેલી પત્ની માટે આપણે જ્યારે બે શબ્દ ના કહી શકતા હોય ત્યારે પત્નીને ચોક્કસ મનમાં લાગી જ આવ્યું હોય છે…અને એ જ સ્ત્રી જ્યારે પાર્ટીમાં બધાની સામે હોય ત્યારે ઘણા લોકો કોમ્પલિમેન્ટ આપે છે,ત્યારે એના ચહેરાની ખૂશી પાછળ એક ગ્લાનીભાવ છુપાયેલો હોય છે કે..જેના માટે હું આટલી સરસ તૈયાર થઇ છુ એને તો મારી જરા પણ દરકાર નથી..
બસ આ જ બાબત સંબધોમાં લાગું પડે છે…..
સોશિયલ સાઇટના કારણે સ્ત્રી પુરુષોનું મળવું સાવ આસાન થઇ ગયું અને વોટસએપ જેવા લાઇવ મેસેન્જરને કારણે જિંવત ક્રિયાઓની વિડિયો કલિપ મિનિટોમાં તમારી અંગત વ્યકિત પાસે પહોચી જાય છે..આખો દિવસ ધરમાં રહેતી સ્ત્રી અને આખો દિવસ જોબ પરથી થાકીને આવતી સ્ત્રી,બંન્નેની મનોસ્થિતિ તો એક જ હોય છે….થોડો પોતિકો એવો મોકળાશ ભર્યો દિવસ દરમિયાન થોડૉ સમય મળે…
ઘણી સ્ત્રીઓ આખો દિવસ બિઝનેશનાં કામ અર્થે ગળાડુબ રહેતા પતિદેવો સામે ફરિયાદ હોય છે…આ એક એવી સ્થિતિ છે….અમુક ઉમર સુધી પુરુષોએ સખત મહેનત કરીને પરિવારને સ્થિરતા આપવાની ભાવના હોય છે….એનો મતલબ એવો નથી કે ધંધાદારી માણસને પત્ની-બાળકોની ચિંતા નથી….
પણ જ્યારે આ ભાવનાં પત્નીનાં મનમાં ધર કરી જાય છે ત્યારે કોઇ એને સમજે એવા માણસની તલાશ હોય છે….અને મોટે ભાગે સોશિયલ સાઇટમાં એની તલાશ પુરી થાય છે
હવે મારે જે વાત કહેવી છે જે અહીંયા મુકુ છુ..
તમારી ઘણી સ્ત્રી મિત્રો એવી હોય છે જેને ફ્રીડમ જોઇએ છે,પણ પોતાના આત્મસન્માન કે આત્મસ્વમાનનાં ભોગે નહી…આ પ્રકારની સ્ત્રીની માનસિકતા એવી હોય છે કે સ્ત્રી એક જ છે….એક ધરની દિવાલની અંદર છે અને એક ધરની બાહર છે..જેને પોતાની રીતે જીવવું છે……રોજબરોજની જિંદગીમાં એને મનગમતો સ્પેશ જોઇએ છે…એને મનગમતી વ્યકિત સાથે પોતિકો સંવાદ જોઇએ છે….જેમાં એને સ્ત્રી તરીકે નહી પણ એને પુરુષની સમકક્ષ થવું છે.
આવી પરિસ્થિતિમાં મોટા ભાગનાં કીસ્સામાં એવુ બને છે….પુરુષ સાથે કોઇ સ્ત્રી વધારે આત્મિયતા દાખવે છે ત્યારે આપણે એને પારખવામાં ભૂલ ખાઇએ છીએ અને આપણી પુરુષવૃતિ આવી પરિસ્થિતિનો લાભ લેવાનો વિચાર કરે છે..પરિણામે એક સારી સ્ત્રી મિત્ર ખોવાનો વારો આવે છે…અને આ સોશિયલ સાઇટમાં ખાસ કરીને ગુજરાતી સમાજમાં લેભાગું સ્ત્રીઓનું પ્રમાણ નહિવત છે…..આ એવી પરિણીત સ્ત્રીઓ અને વ્યસ્ક સ્ત્રીઓ છે…..
જેને પુરુષ મિત્રની જરૂર છે..પુરુષ પ્રેમિની નહી..જોકે આ વાત બધાને લાગુ પડતી નથી…હવે વાત આવે છે આકર્ષણ ઉપર…કારણકે આ બાબત કુદરતી છે….સારો અને દેખાવડો પુરુષ હોય કે સારી અને દેખાવડી સ્ત્રી હોય…થોડુ ઘણું આકર્ષણ તો મિત્રતામાં રહે છે..
અને ધણા સ્ત્રી-પુરુષ વચ્ચે નિર્દોષ ફર્લટિંગથી લઇને ખાનગી વાતો શેર કરવા સુધીની વિશ્વસનિયતા કેળવાયેલી હોય છે…તો આવા સંબંધોને આજનાં યુગની જરૂરયાત પ્રમાણે બિલકુલ યથાયોગ્ય માનું છું…
આજે પણ સ્ત્રી હોય એને સામાજીક જીવનમાં અને એના વર્તુળમાં પોતાને પુરુષ મિત્ર છે એ વાત કહેતા ખચકાટ રહે છે,જ્યારે પુરુષો પોતાની સ્ત્રી માટે પોતાના મિત્ર વર્તુળમાં વાત કરે છે ત્યારે મોટે ભાગે થોડો મરીમસાલો પોતાના તરફથી ઉમેરીને કહે છે…કારણકે હજું પણ અમુક રસનાધોયાનાં મગજમાં સ્ત્રી એટલે “માલ” છે, એ સોચ પર અટકી ગયું છે…માત્ર સામાન્ય વાત કરવાનો વહેવાર હોય ને ભાઇસાહેબ મિત્રો પાસે પોતાનો “માલ” છે એવી બડાઇ હાકવાનું શરૂ કરી દે છે…
મિત્ર તરીકે સ્ત્રી હમેશાં ઉત્તમ છે….એક સારી સ્ત્રી મિત્ર તમારી લાઇફનો “કમ્ફર્ટઝોન” છે..રોજ બરોજની જટીલ જિંદગીનો એક વિસામો છે…..અને વિસામો એ તમારૂ ધર નથી..વિસામો એટલે થોડી રાહત અને આરામ મેળવાની જગ્યા છે…પણ વિસામો તમારે સાફ અને સુઘડ રાખવો પડે,જો ત્યા તમે ગંદકી ફેલાવો તો એ વિસામેથી તમારે કાયમી વિદાઇ થવું પડે છે….
માટે તમારી કોઇ સ્ત્રી મિત્ર હોય તો એને હમેશાં મિત્ર જેવી જ હુંફ દ્રારા એના ધરની દીવાલો મજબૂત ને મજબૂત રહે એવી રીતે હમેશાં ટેકો બનીને ઉભા રહો એમાં ગાબડા કરવાની કોશિશ ના કરવી જોઇએ…જ્યાં સ્નેહ અને વિશ્વાસ છે ત્યાં મિત્રતાની માર્દવતા અને ખૂશીના ખળખળ ઝરણા વહે છે….આ ઝરણાની પવિત્રતા કાયમી માટે જળવાય રહે એ રીતે શીતળતા માણતા રહો…એક વાત યાદ રાખવી જરૂરી છે…..
જે સ્ત્રી મિત્ર છે અને મિત્રતાની સરહદ ટપવા નથી માંગતી એની સામે ઇશ્કનાં ઝંડા ના ફરકાવો…એની સામે કાયમી શાંતિનાં પ્રતિક રૂપે તમારા સંયમનો સફેદ ઝંડા ફરકાવતા રહો…શાંતિનો અહેસાશ કરાવતા રહો..
ઉંબરો ટપવામા અને વંડી ટપવાની કોશિશમાં હમેશાં લાગવાનો કે લપશી જવાનો ભય સતત રહે છે…
અસ્તું
– નરેશ કે.ડૉડીયા