એક શહેરમાં રાજ અને રિયા રહેતા હતા. Sorry, અનુ પણ રહેતી હતી. ઓહ, again સોરી…અનુ સાથે અજય પણ રહેતો હતો.
એ સિવાય જેમ બધે હોય છે તેમ બીજા બધા ઘણા પાત્રો હતા.
રાજ પઝેસિવ છે, એટલે રિયા થોડીક નારાજ રહે છે. કેમ કે તેં અલ્લડ સ્વભાવની છે.
જ્યારે અજય બહુ કૅરિંગ હતો, તે અનુને બહુ ગમતો, પણ, અનુને અજય થોડોક કાંટાળાજનક લાગતો. અનુને રાજ( કે જે પઝેસિવ હતો, તે અધિકાર ભોગવનારને સાચો પ્રેમી માનતી) બહુ ગમતો.
પણ, જોડી અલગ નિર્માયી ગયી હતી. સમાજવ્યવસ્થાના નામે કહો કે કમિટમેન્ટના નામે કહો, તમામનું ગાડું ગબડયા કરે છે.
હવે, કથામાં entry થાય છે, ત્રીજા શખ્સની..એક આગંતુકની..
સ્વભાવ અને હરક્તોથી મૂળભુત રીતે જ બેઇમાન એવો આગંતુક રિયા અને અનુની મનોદશા પારખી લે છે.
અને, આગંતુક રિયા અને અનુના મનમાં વિદ્રોહના આંદોલનો શરૂ કરે છે અને ચારે પાત્રોનું જીવન ડામાડોળ કરી નાખે છે.
બાદમાં ભાગેડુ ફિતરતવાળો આગંતુક ત્યાંથી જતો રહે છે. પણ ત્યાં સુધીમાં નવી જોડી રચાઈ ગયી છે.
હવે નવી જોડીઓ આ રીતે બની છે.
રાજ- અનુ અને અજય-રિયા.
શરૂશરૂમાં તેઓનું ગાડું ગબડે છે.
પણ, હવે…નવી જોડીમાં અનુને રાજનો પઝેસીવ સ્વભાવ ગૂંગળાવી નાખે છે, વળી રાજ પણ પેલી રિયાને યાદ કર્યા કરે છે.
તો વળી, અન્ય જોડીમાં રિયાને હવે અજયની વધુ પડતી સંભાળ ગમતી નથી.
રિયાને થતું કે, “આ મને કેમ ઝગડતો નથી.? હું ખોટી હોઉં કે સાચી એ દરેક વાતમાં હા એ હા જ કર્યા કરે છે, આવું કેવું.?”
અંતે, બધા દુઃખી થાય છે.
હકીકત તો એ છે કે, આપણે જેમ ઝગડવા તૈયાર હોઈએ છીયે તેમ કેટલીક વાર કોઈની રોકટોક આપણને ગમતી હોય છે, મીઠી લાગતી હોય છે.
આપણને રિસાઈ જવાની જેમ મનાઈ જવું ઓન ગમતું હોય છે, આપણને ત્યાં મનાવી લેનારની જરૂર હોય છે.
આપણને એની આદત પડી જાય છે. પ્રેમ જ નહીં, આપણને પ્રેમીનો અધિકારભાવ વાળો સ્વભાવ પણ જોઈતો હોય છે.
સંબંધોમાં બીજાને બદલવાની સાથે સાથે પોતાને બદલવાની તૈયારી રાખવી પડે છે.
હું તમારા પર ગુસ્સો ઘટાડું ,તમે મારા પ્રત્યે આદર વધારશો ? મામલો હંમેશા દ્વીપક્ષી હોય છે.
યાદ રાખજો. તમારા માટે કોઈ આખો બગીચો લઈને આવે અને તમે સામે એના માટે ફૂલ લઈને ના ઉભા રહો તો કઈ નહીં પણ દિલથી એક કપ મસ્ત ચા(તુલસીવાળી) એને પીવડાવજો.
તમારા સંબંધો અને ઘર જ નહીં, સમગ્ર સંસાર બાગબાગ થઈ જશે.
અને હા, આગંતુક જેવા અનવોન્ટેડ(બિનજરૂરી) ગેસ્ટની વાર્તાઓથી ય બચજો.
અનિરુદ્ધ ઠક્કર “આગંતુક”