WWEના પૂર્વ ચેમ્પિયન અને કરોડો લોકોના દિલ પર રાજ કરનાર ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી માટે WWFથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. WWFના મતે દિલીપ સિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીને હોલ ઓફ ફેમ (Hall of Fame) 2021માં સામેલ કરવામાં આવી રહ્યા છે. WWE ઈન્ડિયાએ આ વાતની સત્તાવાર રીતે જાણકારી આપી છે. ધ ગ્રેટ ખલી (The Great Khali)ની સાથે અંડરટેકર અને કેનને પણ હોલ ઓફ ફેમ (Hall of Fame) 2021માં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
WWE સુપરસ્ટાર ટ્રિપલ એચે ખલીને વાપસીની વાત પર શુભેચ્છા આપી છે. ટ્રિપલ એચે ટ્વીટ કરીને લખ્યું છે કે, ખલીનું હોલ ઓફ ફેમમાં સામેલ થવું ભારત માટે ગર્વની વાત છે. ખલી હાલના સમયે ભારતમાં નવા ટેલેન્ટને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ખુબ જ શાનદાર વાત છે. તેમને ખુબ ખુબ શુભેચ્છા.’
ખલીના હોલ ઓફ ફેમ (Hall of Fame) 2021માં સામેલ કરવાની વાત તેમના મેનેજર અને જૂના મિત્ર રંજન સિંહે તેમને વીડિયો કોલ કરીને આપી હતી. આ અહેવાલને સાંભળીને ખલી ખુશખુશાલ થઈ ગયો હતો. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી.
ધ ગ્રેટ ખલીએ વર્ષ 2006ના એપ્રિલમાં સ્મેકડાઉનમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેઓ સતત 8 વર્ષ સુધી WWEમાં ધમાલ મચાવતા રહ્યા હતા. તે દરમિયાન તેઓ અલગ અલગ ભૂમિકામાં નજરે પડ્યા હતા. તેમણે એક વાર હેવીવેટ ચેમ્પિયનશિપ પણ પોતાના નામે કરી છે. ત્યારબાદ 2017માં એકવાર ફરી વાપસી કરી હતી. હવે તેઓ પહેલા એવા ભારતીય હશે જેમની એન્ટ્રી હોલ એફ ફેમમાં થશે.
VR Sunil Gohil